ઈન્ડોનેશિયામાં જી20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠકનો આજથી આરંભ.

  • વિદેશમંત્રી એસ.જયશંકર આ બેઠકમાં ભાગ લેશે. 
  • તેઓ બેઠકની સાથે સાથે વિશ્વના અન્ય દેશોના વિદેશમંત્રીઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. 
  • આ બેઠકનો મુખ્ય વિષય ‘સાથે મળીને શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ વિશ્વનું નિર્માણ’ રાખવામાં આવ્યો છે. 
  • બે દિવસની આ બેઠકમાં બે સત્રો યોજાશે, જેમાં પ્રથમ સત્રમાં વૈશ્વિક સ્તરે સહકાર મજબુત બનાવવા અને બે દેશો વચ્ચેનો વિશ્વાસ વધારવા અંગે વિચારણા કરાશે. 
  • જ્યારે બીજા સત્રમાં વિશ્વમાં ચિજવસ્તુઓની વધતી કિંમતો અન્ન અને ખાતરની અછત અંગે ચર્ચા કરીને આ પડકારોનો સાથે મળીને સામનો કરવા વ્યુહરચના ઘડવામાં આવશે.
G20 Foreign Ministers’ Meet 2022

Post a Comment

Previous Post Next Post