કેન્દ્ર સરકાર દ્વારા રાજયસભાના મનોનીત સભ્યોની નિમણૂક કરવામાં આવી.

  • જેમાં એથ્લેટ પીટી ઉષા, સંગીતકાર ઇલૈયા રાજા, સામાજિક કાર્યકર અને આધ્યાત્મિક નેતા વીરેન્દ્ર હેગડે અને પટકથા લેખક વી. વિજયેન્દ્ર પ્રસાદનો સમાવેશ થાય છે. 
  • રાજ્યસભામાં મોકલાયેલા આ સભ્યો દક્ષિણ ભારતના ચાર અલગ-અલગ રાજ્યો કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશના છે. 
  • રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત આ તમામ સભ્યોનો કાર્યકાળ જુલાઈ 2028 સુધી રહેશે. 
  • આ રીતે રાજ્યસભામાં નોમિનેટેડ સભ્યોની કુલ સંખ્યા 9 થઈ જશે. 
  • જેમાં વકીલ મહેશ જેઠમલાણી, નૃત્યાંગના સોનલ માનસિંહ, લેખક રાકેશ સિંહા, ભાજપના નેતા રામ શકલ અને ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ સહિત પાંચ વધુ સભ્યોને અગાઉ નામાંકિત કરવામાં આવ્યા છે. 
  • રાજ્યસભામાં નામાંકિત સભ્યો માટે હજુ ત્રણ બેઠકો ખાલી છે. 
  • બંધારણના અનુચ્છેદ 80માં રાજ્યસભાના સભ્યોની મહત્તમ સંખ્યા 250 નક્કી કરવામાં આવી છે.  તેમાંથી 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવે છે. 
  • બાકીના 238 સભ્યો સંઘ અને રાજ્યના પ્રતિનિધિઓ દ્વારા ચૂંટાય છે. 
  • રાજ્યસભા દ્વારા નામાંકિત 12 સભ્યો એવી વ્યક્તિઓ હોય છે જેમણે સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપ્યું છે.
Centre Nominates Ilayaraja, PT Usha & Vijayendra Prasad For Rajya Sabha

Post a Comment

Previous Post Next Post