ભારતીય સૈન્યના લેફ્ટનન્ટ જનરલ મોહન સુબ્રમણ્યમ UNના ફોર્સ કમાન્ડર નિયુક્ત.

  • તેઓને દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)ના ફોર્સ કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 
  • લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણ્યમ ભારતના લેફ્ટનન્ટ જનરલ શૈલેષ ટીનીકરનું સ્થાન લેશે. 
  • લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણ્યમ ભારતીય સેનામાં 36 વર્ષથી વધુ સમયથી સેવા આપી રહ્યા છે. 
  • અગાઉ તેઓએ વિયેતનામ, લાઓસ અને કંબોડિયા (2008-2012)માં ભારતના સંરક્ષણ એટેચ તરીકે અને 2000 માં સિએરા લિયોનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં સ્ટાફ ઓફિસર તરીકે સેવા આપેલ છે. 
  • તેમને અતિ વિશિષ્ઠ સેવા મેડલ, સેના મેડલ અને વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
Lt General Mohan Subramanian

Post a Comment

Previous Post Next Post