'ઇઝ ઓફ ડુઇંગ' બિઝનેસ રેન્કિંગમાં ગુજરાત ટોપ-7 રાજ્યોમાં સામેલ.

  • નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા ગુરુવારે પ્રકાશિત કરાયેલા રિપોર્ટ અનુસાર, બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન 2020ના અમલીકરણના આધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રેન્કિંગમાં ટોચના સાત રાજ્યોમાં આંધ્રપ્રદેશ, ગુજરાત અને તેલંગાણા,હરિયાણા, કર્ણાટક, પંજાબ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. 
  • હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશને રેન્કિંગમાં સિદ્ધિઓ પ્રાપ્ત(Achievers) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. 
  • એસ્પાયર્સ કેટેગરીમાં પણ આસામ, કેરળ, ગોવા,  છત્તીસગઢ, ઝારખંડ, કેરળ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય  છે. 
  • ઉભરતા બિઝનેસ ઇકોસિસ્ટમ્સની શ્રેણીમાં દિલ્હી, પુડુચેરી, ત્રિપુરા, અંદમાન અને નિકોબાર, બિહાર, ચંદીગઢ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, જમ્મુ અને કાશ્મીર, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ સાથે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. 
  • આ રિફોર્મ્સ એક્શન પ્લાન (BRAP) નો વ્યાપક ઉદ્દેશ્ય રોકાણકારોનો વિશ્વાસ વધારવા, બિઝનેસ-ફ્રેંડલી વાતાવરણને ઉત્તેજન આપવા અને બિઝનેસના અમલીકરણમાં રાજ્યોની કામગીરીના આધારે મૂલ્યાંકન કરવાની સિસ્ટમ દ્વારા તંદુરસ્ત સ્પર્ધાથી સમગ્ર દેશમાં વ્યવસાય કરવાની સરળતાને વધારવાનો છે. 
  • વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે  રેન્કિંગની સિસ્ટમને કેટેગરી આધારિત ગોઠવી છે જેમ ટોચના સિદ્ધિઓ (Top achievers),  સિદ્ધિઓ(Achievers), મહત્વાકાંક્ષીઓ(Aspires) અને ઉભરતી બિઝનેસ ઇકોસિસ્ટમ્સ(Emerging business) નો સમાવેશ થાય છે.
AP, Gujarat, TN rank among top 7 investment-favoured States

Post a Comment

Previous Post Next Post