સરકારી ભણતરમાં જૂનાગઢ જિલ્લો ગુજરાતમાં પ્રથમ ક્રમે.

  • ભારત સરકારના શિક્ષણ વિભાગના શાળા, શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા 2018-19 અને 2019-20 માટે પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો. 
  • જેમાં જૂનાગઢ જિલ્લાએ ગુજરાત રાજયમાં પ્રથમ સ્થાન સાથે દેશભરના 650 જિલ્લાઓમાંથી 19મું સ્થાન મેળવ્યું. 
  • PGI-D દ્વારા જિલ્લા સ્તરે શાળા શિક્ષણ પ્રણાલીની કામગીરીના સર્વગ્રાહી વિશ્લેષણ માટે અનુક્રમણિકા બનાવીને મૂલ્યાંકન કરવામાં આવે છે. 
  • રાજસ્થાનના ઓછામાં ઓછા 3 જિલ્લાઓએ શાળા શિક્ષણ પ્રદર્શનમાં 80 ટકાથી વધુ સ્કોર પ્રાપ્ત કરી ‘ઉત્કર્ષ’ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જે બીજા ક્રમનો સૌથી વધુ ગ્રેડ છે. 
  • PGI માળખામાં 83 સૂચકાંકોમાં કુલ 600 પોઈન્ટ્સનો સમાવેશ થાય છે જેને છ કેટેગરીમાં વહેચવામાં આવ્યા છે જેમાં પરિણામ, અસરકારક વર્ગખંડ વ્યવહાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ, વિદ્યાર્થીઓના હક, શાળા અને બાળ સુરક્ષા, ડિજિટલ લર્નિંગ અને ગવર્નન્સનો સમાવેશ થાય છે.
Junagadh District Ranks First In Gujarat In Government Education

Post a Comment

Previous Post Next Post