શિક્ષણ મંત્રાલય દ્વારા પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સમાં ગુજરાત 7મો ક્રમ હાંસિલ કર્યો.

  • ભારત સરકારના શિક્ષણ વિભાગના શાળા, શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા 2018-19 અને 2019-20 માટે પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો. 
  • PGI માળખામાં સમાવિત માપદંડોને છ કેટેગરીમાં વહેચવામાં આવ્યા છે જેમાં પરિણામ, અસરકારક વર્ગખંડ વ્યવહાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ, વિદ્યાર્થીઓના હક, શાળા અને બાળ સુરક્ષા, ડિજિટલ લર્નિંગ અને ગવર્નન્સનો સમાવેશ થાય છે. 
  • જેમાં ગુજરાત 1000 માંથી 884ના સ્કોર, 1+ ગ્રેડ અને લેવલ 3 માં દેશમાં સાતમાં ક્રમાંકે છે. 
  • પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ માં નીચે મુજબ લેવલ 1 થી 10 અને ગ્રેડ આપવામાં આવ્યા છે. 
  • આ રેન્કિંગના લેવલ 1(951-1000)માં કોઈ રાજ્યને સ્થાન નથી. 
  • લેવલ 2 (901-950) અને ગ્રેડ 1++માં અંદામાન નિકોબાર, ચંદીગઢ, કેરળ, પંજાબ અને તામિલનાડુ નો સમાવેશ થાય છે. 
  • લેવલ 3 (851-900) અને ગ્રેડ 1 +માં દાદરાનગર હવેલી, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, પુડુચેરી, રાજસ્થાન છે. 
  • લેવલ 4 (801-850) અને ગ્રેડ 1માં આંધ્ર પ્રદેશ,પશ્ચિમ બંગાળ, દીવ દમણ, ત્રિપુરા, હિમાચલ, કર્ણાટક, ઓડિશા અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. 
  • લેવલ 5 (751-800) અને ગ્રેડ 2માં ગોવા, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, ઉત્તરાખંડ, લક્ષદ્વીપ, મણિપુર, સિક્કિમ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. 
  • લેવલ 6 (701-750) અને ગ્રેડ 3માં આસામ, બિહાર, મઘ્યપ્રદેશ અને મિઝોરમનો સમાવેશ થાય છે. 
  • લેવલ 7 (651-700)અને ગ્રેડ 4માં અરુણાચલ પ્રદેશ, છત્તિસગઢ અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે.
  • લેવલ 8 (601-650) અને ગ્રેડ 5માં મેઘાલયનો સમાવેશ થાય છે. 
  • લેવલ 9 (551-600) અને ગ્રેડ 6માં કોઈ રાજ્ય સમાવીત નથી. 
  • લેવલ 10 (0-550) અને ગ્રેડ 7માં લદાખનો સમાવેશ થયો છે. 
  • આ રેન્કિંગ મુજબ ગુજરાતના 4 શહેરોમાં 441 પોઇન્ટ સાથે સુરત પ્રથમ, બીજા સ્થાને 413 પોઇન્ટ સાથે અમદાવાદ, ત્રીજા સ્થાને 411 પોઇન્ટ સાથે વડોદરા અને રાજકોટ છે.
Performance Grading Index for Districts

Post a Comment

Previous Post Next Post