36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે.

  • આ રાષ્ટ્રીય રમતોત્સવ 27મી સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર દરમ્યાન રાજ્યનાં 6 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગરમાં યોજાશે.
  • આ રમતોત્સવમાં વિવિધ 34 જેટલી રમતોનું આયોજન થશે.
  • ગુજરાતને સૌ પ્રથમવાર આ રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કરવા યજમાનપદ મળ્યું છે.
  • કોરોના મહામારી સહિત વિવિધ કારણોસર આ રમતો અત્યાર સુધી મુલત્વી રાખવામાં આવેલી હતી. 
  • આ રમતોત્સવમાં એથ્લેટિકસ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, જૂડો, ખો-ખો, કુશ્તી, કબડ્ડી અને મલખમ તથા યોગાસન જેવી ઇન્ડોર અને આઉટડોર રમતો સહિત ૩૪ જેટલી રમતોમાં દેશભરના 7 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે.
  • ઉલ્લેખનીય છે કે આ પ્રકારનો રાષ્ટ્રિય રમતોત્સવ છેલ્લે 2015 માં કેરળમાં યોજાયો હતો. 
Gujarat to host National Games

Post a Comment

Previous Post Next Post