‘એર સ્ક્વોડ્રન 324’ ને ઈન્ડિયન નેવીમાં સામેલ કરવામાં આવ્યું.

  • આ માટે વિશાખાપટ્ટનમમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 
  • આ એકમ પૂર્વીય સીબોર્ડ પરનું પ્રથમ નેવલ સ્ક્વોડ્રન છે જે સ્વદેશી રીતે ડિઝાઈન કરેલ છે. 
  • તે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) Mk III (MR) હેલિકોપ્ટરનું સંચાલન કરે છે. 
  • INAS 324નું કોડનેમ પક્ષીના નામ ‘Kestrels’ પરથી આપવામાં આવ્યું છે જે શિકારી પક્ષીઓ છે અને સારી સંવેદના ક્ષમતાઓ ધરાવે છે. 
  • જે એરક્રાફ્ટ અને એર સ્ક્વોડ્રનની ભૂમિકાનું પ્રતિક છે. 
  • સ્ક્વોડ્રનનું ચિહ્ન વિશાળ વાદળી અને સફેદ સમુદ્રના તરંગો પર શોધ કરતા ‘કેસ્ટ્રેલ’ ને દર્શાવે છે, જે સ્ક્વોડ્રનની અભિન્ન મેરીટાઇમ રિકોનિસન્સ (MR) અને શોધ તેમજ બચાવ (SAR) ભૂમિકા સૂચવે છે. 
  • ALH Mk III હેલિકોપ્ટર અત્યાધુનિક સર્વેલન્સ રડાર અને ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સર સહિત અત્યાધુનિક સાધનોથી સજ્જ છે. 
  • આ એરક્રાફટ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા વિકસિત અને ઉત્પાદિત કરવામાં આવ્યું છે.
  • આ હેલિકોપ્ટરને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (એચએડીઆર) કામગીરી તેમજ મરીન કમાન્ડો સાથે વિશેષ કામગીરી માટે તૈનાત કરી શકાય છે. 
  • હેલિકોપ્ટરમાં ગંભીર રીતે બીમાર દર્દીઓના તબીબી સ્થળાંતરની સુવિધા માટે એર એમ્બ્યુલન્સની ભૂમિકામાં ઉપયોગ માટે MICU પણ છે.
ALH Squadron INAS 324

Post a Comment

Previous Post Next Post