વડાપ્રધાન દ્વારા આંધ્રપ્રદેશમાં અલ્લુરી સીતારામ રાજુની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરાયું.

  • આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ભીમાવરમ ખાતે સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિના અવસર પર તેમની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. 
  • આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત અલ્લુરી સીતારામ રાજુની 125મી જયંતિની ઉજવણી થઈ રહી છે. 
  • તેઓ અંગ્રેજોની સામેની ‘રમ્પા ક્રાંતિ’ ના પ્રણેતા હતા જેને પણ સો વર્ષ પૂર્ણ થયા છે. 
  • 1922નો ‘રામ્પા બળવો’ જેને ‘મન્યમ વિદ્રોહ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. 
  • તે બ્રિટિશ ભારતની મદ્રાસ પ્રેસિડેન્સીની ગોદાવરી એજન્સીમાં અલ્લુરી સીતારામ રાજુની આગેવાની હેઠળનો આદિવાસી બળવો હતો. 
  • તે ઓગસ્ટ 1922 માં શરૂ થયું અને મે 1924 માં તેઓની હત્યા સુધી ચાલ્યું હતું. 
  • આંધ્ર પ્રદેશના લામ્બાસિંગીમાં ‘અલ્લુરી સીતારામ રાજુ મેમોરિયલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમ’ બનાવવામાં આવી રહ્યું છે.
freedom fighter Alluri Sitarama Raju at Bhimavaram

Post a Comment

Previous Post Next Post