વડાપ્રધાન દ્વારા ​​ઝારખંડના દેવઘર ખાતે એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું.

  • એરપોર્ટ સહિત રૂ. 16,800 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યું.
  • ઝારખંડ રાજ્યમાં આ બીજુ એરપોર્ટ શરૂ થયું.  
  • UDAN યોજના હેઠળ છેલ્લા 5-6 વર્ષોમાં એરપોર્ટ, હેલીપોર્ટ અને વોટર એરોડ્રોમ દ્વારા લગભગ 70 નવા સ્થળો ઉમેરવામાં આવ્યા છે.  
  • દેવધર એરપોર્ટથી પ્રથમ ફલાઇટ દેવઘરથી કોલકાતા શરૂ કરવામાં આવી. 
  • આગામી સમયમાં રાંચી, દિલ્હી અને પટનાની ફ્લાઈટ શરૂ થશે.
  • બાબા બૈદ્યનાથ ધામમાં પ્રસાદ યોજના હેઠળ આધુનિક સુવિધાઓનો પણ વિસ્તાર કરવામાં આવ્યો છે.  
  • દેશભરના ભક્તો માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ બાબા બૈદ્યનાથ ધામને સીધી કનેક્ટિવિટી પ્રદાન કરવા માટેના એક મહત્વપૂર્ણ પગલાના ઉદ્દેશ્યથી દેવઘર એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
  • આશરે સવાસો કરોડના અંદાજિત ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.  
  • એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ વાર્ષિક પાંચ લાખથી વધુ મુસાફરોને હેન્ડલ કરવા માટે સજ્જ છે.
  • દેવઘરમાં આવેલી AIIMS સમગ્ર પ્રદેશના સ્વાસ્થ્ય માટે મુખ્ય સેવા કેન્દ્ર સમાન છે.
  • એઈમ્સ દેવઘરની સેવાઓને વધુ વેગ મળે તે માટે AIIMS ઇન-પેશન્ટ ડિપાર્ટમેન્ટ (આઈપીડી) અને ઓપરેશન થિયેટર સેવાઓ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.
  • વડાપ્રધાને 25 માર્ચ 2018ના રોજ AIIMS દેવઘરનો શિલાન્યાસ કર્યો હતો..
PM Narendra Modi inaugurates Deoghar Airport in Jharkhand

Post a Comment

Previous Post Next Post