- આ સ્કીમ ઐતિહાસિક પહેલમાં, પ્રધાનમંત્રીના ઉર્જા મંત્રાલયના ફ્લેગશિપ પ્રોગ્રામ "ઉજ્જવલ ભારત બ્રાઈટ ફ્યુચર - પાવર @ 2047" હેઠળ શરૂ કરવામાં આવી છે.
- આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે પાંચ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
- કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન NTPCના વિવિધ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે.
- આ સિવાય તેઓ તેલંગાણાના 100 મેગાવોટના રામાગુંડમ ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અને કેરળના 92 મેગાવોટના કયામકુલમ ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
- તેઓ રાજસ્થાનમાં 735 મેગાવોટ નોખ સોલાર પ્રોજેક્ટ, લેહમાં ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પ્રોજેક્ટ અને ગુજરાતમાં કાવાસ નેચરલ ગેસ સાથે ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.