ઉત્તર પ્રદેશ 13 એક્સપ્રેસ-વે ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું.

  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરેલ શિલાન્યાસ બાદ ઉત્તર પ્રદેશે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
  • હાલ ઉત્તર પ્રદેશમાં 6 એક્સપ્રેસ-વે ચાલુ છે તેમજ અન્ય નિર્માણાધીન છે.
  • ઉત્તર પ્રદેશના કુલ 13 એક્સપ્રેસવેમાં ચાલુ હોય તેવા યમુના એક્સપ્રેસવે (165 કિ.મી.), નોએડા-ગ્રેટર નોએડા એક્સપ્રેસવે (25 કિ.મી.), આગ્રા-લખનઉ એક્સપ્રેસવે (302 કિ.મી.), દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે (96 કિ.મી.), પૂર્વાંચલ એક્સપ્રેસવે (341 કિ.મી.) અને  બુંદેલખંડ એક્સપ્રેસવે (296 કિ.મી.) એમ કુલ 1,255 કિ.મી.નો સમાવેશ થાય છે.
  • આ સિવાય નિર્માણાધીન એક્સપ્રેસવેમાં ગોરખપુર લિંક એક્સપ્રેસવે (91 કિ.મી.), ગંગા એક્સપ્રેસવે (594 કિ.મી.), લખનઉ-કાનપુર એક્સપ્રેસવે (63 કિ.મી.), ગાઝિયાબાદ-કાનપુર એક્સપ્રેસવે (380 કિ.મી.), ગોરખપુર-સિલિગુડી એક્સપ્રેસવે (519 કિ.મી.), દિલ્હી-સહારનપુર-દેહરાદૂન એક્સપ્રેસવે (210 કિ.મી.) અને ગાઝીપુર-બલિયા-માંઝીઘાટ એક્સપ્રેસવે (117) એમ કુલ 1,974 કિ.મી.નો સમાવેશ થાય છે.
Uttar Pradesh became the first state in the country to have 13 expressways.

Post a Comment

Previous Post Next Post