- કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલ 10મા વાર્ષિક સંકલિત રેટિંગમાં 1) દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ, 2) મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ, 3) ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ અને 4) પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડને "A+" રેન્કિંગ આપવામાં આવ્યું છે.
- અગાઉ માત્ર દેશની સરકારી વીજ કંપનીઓને રેટિંગ માટે ગણવામાં આવતી હતી, પરંતુ આ વર્ષથી ખાનગી ક્ષેત્રની વીજ વિતરણ કંપનીઓને પણ સામેલ કરવામાં આવી છે.
- આ રેટિંગ કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા પાવર ફાયનાન્સ કોર્પોરેશન(PFC) તેમજ મિકેન્ઝી કંપનીના સહયોગથી તૈયાર કરવામાં આવે છે.
- જેમાં દેશભરમાંથી રાજય હસ્તકની ૪૬ અને ખાનગી હસ્તકની ૧૪ અને ઊર્જા વિભાગની ૧૧ મળી કુલ ૭૧ સ્ટેટ યુટિલિટીઝ ધ્વારા ભાગ લેવામાં આવેલ.
- આ મૂલ્યાંકન ફાયનાન્સીયલ સસ્ટેઇનબિલીટી,ઓવરઓલ પ્રોફિટીબિલીટી, કેશ પોઝીશન,પર્ફોમન્સ એકસેલન્સ જેમ કે, બીલીંગ એફિશીયન્સી, કલેકશન એફિશીયન્સી, ડીસ્ટ્રીબ્યુશન લોસ, કોર્પોરેટ ગવર્નન્સ, એકસ્ટર્નલ એન્વાયરમેન્ટ, લોસ ટેકઓવર બાય સ્ટેટ ગવર્નમેન્ટ,ગવર્નમેન્ટ ડયૂઝ, ટેરિફ સાયકલ ટાઇમલાઇન,કોસ્ટ એફિશીયન્સી, રેગયુલેટરી અને પાવર રીફોર્મસ વગેરે જેવા પરિમાણોનો સમાવેશ થાય છે.
- આ ઇન્ટીગ્રેટેડ રેટિંગ કેન્દ્રિય ઊર્જા મંત્રાલય દ્વારા ર૦૧રમાં આયોજિત સ્ટેટ પાવર મિનિસ્ટર્સ કોન્ફરન્સ દરમ્યાન એક ફ્રેમવર્ક બનાવી શરૂ કરવામાં આવેલ.