- સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 15 દેશોના રાજદ્વારીઓની એક વિશેષ બેઠક 29 ઓકટોબર, 2022ના રોજ ભારતમાં યોજાશે.
- આ બેઠક આતંકવાદનો સામનો કરવા માટેના મુદ્દા પર કેન્દ્રિત રહેશે.
- UN સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ભારતનો બે વર્ષનો કાર્યકાળ આ વર્ષે ડિસેમ્બરમાં પૂરો થવા જઈ રહ્યો છે.
- ડિસેમ્બરમાં ભારત સંયુક્ત રાષ્ટ્રની આ શક્તિશાળી સંસ્થાની અધ્યક્ષતા પણ કરશે.
- UNની સુરક્ષા પરિષદના વર્તમાન સભ્યોમાં અલ્બેનિયા, બ્રાઝિલ, ગેબોન, ઘાના, ભારત, આયર્લેન્ડ, કેન્યા, મેક્સિકો, નોર્વે અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) તેમજ પાંચ સ્થાયી સભ્યો ચીન, ફ્રાન્સ, રશિયા, યુકે અને અમેરિકા નો સમાવેશ થાય છે.