- દરેક રાજ્યમાંથી દરવર્ષે શિક્ષકોની યાદી મોકલાયા બાદ તેમાંથી શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવે છે અને તેમને 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરવામાં આવે છે.
- ગુજરાતના રાજકોટની સેન્ટ મેરી સ્કૂલના શિક્ષક ઉમેશ વાળાને સોમવારના રોજ રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરાયા હતા.
- ગતવર્ષે એટલે કે 2021માં અને 2020માં ગુજરાતના 2-2 શિક્ષકોને એવોર્ડ પ્રાપ્ત થયા હતા.
- સમગ્ર દેશમાંથી 46 શિક્ષકોને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- જેમાં રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને બિહારના 2-2 શિક્ષકોની પસંદગી થઈ છે.
- એવોર્ડ મેળવનારા શિક્ષકોમાં બે દિવ્યાંગ શિક્ષકોનો પણ સમાવેશ થાય છે.
- એવોર્ડ મેળવનારા શિક્ષકોને રૂ. 50 હજારનો રોકડ પુરસ્કાર અપાયો હતો.