41 વર્ષીય ટેનિસ પ્લેયર રોજર ફેડરરે સ્પર્ધાત્મક ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી.

  • આગામી સપ્તાહમાં યોજનાર એટીપી ટુર્નામેન્ટ લેવર કપ 2022 રમ્યા બાદ તે નિવૃત્તિ લેશે.
  • તે સ્વિત્ઝલેન્ડ દેશનો વતની છે.
  • ફેડરરે ટેનિસ કારકિર્દીમાં આઠ વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ, છ ઓસ્ટ્રેલિયન ઓપન, પાંચ યુએસ ઓપન અને એક રોલેન્ડ-ગેરોસ જીતી છે. 
  • તેણે અલગ અલગ પ્રવાસમાં 103 ખિતાબ જીત્યા છે.
  • સ્વિટ્ઝર્લેન્ડ માટે ઓલિમ્પિક ડબલ્સ સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે.
  • તે સતત 237 અઠવાડિયા સુધી વિશ્વના નંબર 1 ક્રમાંકિત ખેલાડી તરીકે રરહ્યો હતો.
  • મેન્સ સિંગલ્સમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ (22) જીતનારમાં 20 ગ્રાન્ડસ્લેમ સાથે તે ત્રીજા સ્થાને છે. રાફેલ નડાલ 22 ગ્રાન્ડ સ્લેમ સાથે પ્રથમ અને નોવાક જોકોવિચ આ યાદીમાં બીજા સ્થાને છે. 
  • તેને 2003માં માર્ક ફિલિપોસિસ સામે વિમ્બલ્ડનમાં તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યું હતું.
  • તેને તેનો છેલ્લો ગ્રાન્ડ સ્લેમ 2018માં ઓસ્ટ્રેલિયન ઓપન સાથે જીત્યો હતો.
Tennis great Roger Federer announces retirement

Post a Comment

Previous Post Next Post