ભારત દ્વારા SCOની સંયુક્ત આતંકવાદ વિરોધી કવાયતનું આયોજન કરવામાં આવ્યું.

  • બહુપક્ષીય આતંકવાદ વિરોધી કવાયત "માનેસર એન્ટી-ટેરરિઝમ 2022" નું આયોજન 8 થી 13 ઓક્ટોબર દરમિયાન NSG માનેસર ગેરિસન ખાતે કરવામાં આવ્યું.
  • જેમાં રિપબ્લિક ઓફ કઝાકિસ્તાન, કિર્ગીઝ રિપબ્લિક, રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાન, રશિયન ફેડરેશન અને રિપબ્લિક ઓફ ઈન્ડિયાના NSGના રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દળોના આઠ પ્રતિનિધિઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો.
  • આ આયોજન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) પ્રાદેશિક આતંકવાદ વિરોધી માળખું (RATS)ના માળખા હેઠળ કરવામાં આવ્યું છે.
  • આ કવાયતનો બીજો તબક્કો હતો પ્રથમ તબક્કો 27 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન SCO સભ્ય દેશોના રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દળો દ્વારા તેમના સંબંધિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવ્યો હતો.
  • કવાયતનો ઉદ્દેશ્ય SCO RATS સદસ્ય દેશોના આતંકવાદ વિરોધી દળો વચ્ચે કુશળતા, શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન-પ્રદાન કરવાનો અને આતંકવાદ વિરોધી કામગીરી હાથ ધરવા અને સામૂહિક રીતે અન્ય સુરક્ષા જોખમોનો સામનો કરવાની ક્ષમતા વધારવાનો છે.
  • પ્રાદેશિક આતંકવાદ વિરોધી ફ્રેમવર્ક (RATS) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના કાયમી અંગો પૈકીનું એક છે અને તેનું મુખ્ય મથક તાશ્કંદ, ઉઝબેકિસ્તાનમાં છે.
  • ભારતે ઓક્ટોબર 2021માં SCO RATS કાઉન્સિલનું અધ્યક્ષપદ સંભાળ્યું.
  • SCO એ આઠ સભ્યોનું આર્થિક અને સુરક્ષા બ્લોક છે જેમાં ભારત અને પાકિસ્તાન 2017માં પૂર્ણ-સમયના સભ્યો તરીકે જોડાયા હતા.
  • આ જૂથના સ્થાપક સભ્યોમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.
SCO anti-terror exercise hosted by India concludes

Post a Comment

Previous Post Next Post