90 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર દિલ્હી બહાર એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવી.

  • આ ઉજવણી ભારતીય વાયુસેનાના 90 વર્ષ પૂર્ણ થયાના અવસર પર કરવામાં આવી હતી. 
  • ઇન્ડિયન એરફોર્સની સ્થાપના 08 ઑક્ટોબર, 1932ના રોજ કરવામાં આવી હતી. 
  • એરફોર્સના 90 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આ ઉજવણી દિલ્હી બહાર ચંદીગઢના સુખના લેક ખાતે કરવામાં આવી હતી. 
  • આ ઉજવણીમાં લગભગ 80 મિલિટરી એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરે ભાગ લીધો હતો. 
  • વાયુસેનાના આ 90માં સ્થાપના દિવસે નવી ઓપરેશનલ બ્રાન્ચની પણ જાહેરાત કરવામાં આવી જે વાયુસેનાની ચોથી બ્રાન્ચ છે. 
  • આ બ્રાન્ચમાં અગ્નિવીર ભરતીના 3,000 કેડેટ્સને સમાવવામાં આવશે તેમજ તેને અગ્નિવીર વાયુ નામ અપાશે.
IAF's 90th Anniversary Marked In Glorious Event In Chandigarh

Post a Comment

Previous Post Next Post