મેડ-ઇન-ઇન્ડિયા લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર "પ્રચંડ" ભારતીય વાયુદળમાં સામેલ કરવામાં આવ્યું.

  • "પ્રચંડ" નામના સ્વદેશી રીતે વિકસિત લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) ની પ્રથમ બેચને સોમવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવી.
  • લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) ને સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ફ્રેન્ચ એન્જિન ઉત્પાદક સેફ્રાન સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે.
  • "પ્રચંડ"તે ઓલ-વેધર એટેક ટેક્નોલોજીથી સજ્જ છે જેથી તે ધુમ્મસ હોય કે વરસાદ, કોઈપણ હવામાનમાં કામ કરવાની ક્ષમતા ધરાવે છે.
  • આ હેલિકોપ્ટર ડિસ્ટ્રક્શન ઓફ એનિમી એર ડિફેન્સ (DEAD)ની ક્ષમતા ધરાવે છે જે જરૂર મુજબ દુશ્મન દેશના હવાઈ સંરક્ષણને નષ્ટ કરશે. 
  • તે કાઉન્ટર ઇન્સર્જન્સી અને કોમ્બેટ સર્ચ એન્ડ રેસ્ક્યુ (CSAR) હાથ ધરવા પણ સક્ષમતા ધરાવે છે.
  • આ હેલિકોપ્ટરની લંબાઈ 51.10 ફૂટ છે, ઊંચાઈ 15.5 ફૂટ અને વજન 5800 કિલો છે અને તે  268 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. 
  • તેની રેન્જ 550 કિમી છે અને તે એક સાથે સાડા ત્રણ કલાક સુધી ઉડી શકે છે તેમાં 2 જણ બેસી શકે છે.
  • આ હેલિકોપ્ટરને 20 mm M-621 કેનન અથવા નેક્સ્ટર THL-20 ટરેટ ગન સાથે ફીટ કરી શકાય છે. 
  • ચાર હાર્ડપોઈન્ટમાં રોકેટ, મિસાઈલ કે બોમ્બ પણ લગાવી શકાય છે. 
  • આ હેલિકોપ્ટરમાં અદ્યતન એવિઓનિક્સ સિસ્ટમ છે જેના દ્વારા કોઈ દુશ્મન મિસાઈલ દ્વારા તેને નિશાન બનાવે તો એડવાન્સ એવિઓનિક્સ સિસ્ટમ દ્વારા પહેલાથી જ માહિતી પ્રાપ્ત થઈ જાય છે. 
  • તેમાં રડાર અને લેસર વોર્નિંગ સિસ્ટમ કાર્યરત છે.
prachand light combat Helicopter

Post a Comment

Previous Post Next Post