હિન્દીમાં તબીબી શિક્ષણ શરૂ કરનાર મધ્યપ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બનશે.

  • કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા 16 ઓક્ટોબરે ભોપાલમાં અનુવાદિત MBBSના પ્રથમ વર્ષના પુસ્તકોનું વિમોચન કરીને રાજ્યમાં હિન્દીમાં તબીબી શિક્ષણની શરૂઆત કરવામાં આવશે.
  • હિન્દીમાં MBBS કોર્સનો પાયલોટ પ્રોજેક્ટ ગાંધી મેડિકલ કોલેજથી શરૂ કરવામાં આવશે.
  • ચાલુ સત્રથી જ મધ્યપ્રદેશની તમામ 13 સરકારી મેડિકલ કોલેજોમાં MBBSના પ્રથમ વર્ષમાં એનાટોમી, ફિઝીઓલોજી અને બાયો-કેમિસ્ટ્રી હિન્દીમાં ભણાવવામાં આવશે.  
  • ત્યારબાદ આગામી સત્રમાં બીજા વર્ષમાં પણ હિન્દી અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે.  
  • પુસ્તકોના હિન્દી અનુવાદ માટે ભોપાલની ગાંધી મેડિકલ કોલેજમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં હિન્દી સેલ "મંદાર"ની રચના કરીને અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.
  • આ અનુવાદની ટાસ્ક ફોર્સમાં તબીબી ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.  
  • મેડિકલ કોલેજના 97 શિક્ષકો અને નિષ્ણાતોએ 5,568 કલાકથી વધુ સમય દ્વારા આ અનુવાદ કરવામાં આવ્યું.
MP to be first state to have medical education in Hindi

Post a Comment

Previous Post Next Post