IUCN દ્રારા 12 ઓક્ટોબરને "વર્લ્ડ સ્લોથ બેર ડે" તરીકે જાહેર કરવામાં આવ્યો.

  • વાઇલ્ડલાઇફ SOS ઇન્ડિયા દ્વારા 12 ઓક્ટોબરને "વર્લ્ડ સ્લોથ બેર ડે"તરીકે જાહેર કરવા માટે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરે-IUCN સમક્ષ દરખાસ્ત કરવામાં આવી.
  • આ સંસ્થા 25 વર્ષથી વધુ સમયથી સ્લોથ રીંછના સંરક્ષણ સાથે સંકળાયેલ છે.
  • IUCN દ્વારા સ્લોથ રીંછને "સંવેદનશીલ" તરીકે રેડ લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે.
  • આ પ્રસ્તાવ માટે ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય, વાઇલ્ડલાઇફ SOS ઇન્ડિયા, વાઈલ્ડ લાઈફ એન્ડ કંઝર્વેશન બાયોલોજી રિસર્ચ ફાઉન્ડેશન અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની IUCN સાથે ઓનલાઈન મિટીંગમાં IUCN દ્વારા સ્લોથ બેર એક્સપર્ટ ટીમ -SSC દ્વારા 12 ઓકટોબરને "વર્લ્ડ સ્લોથ બેર ડે" તરીકે ઉજવવાનો પ્રસ્તાવ સ્વીકાર કરવામાં આવ્યો. 
  • સ્લોથ રીંછ એક અનોખી રીંછ પ્રજાતિ છે જે મુખ્યત્વે ભારતમાં જોવા મળે છે.  
  • આ પ્રજાતિનું એક ઝુંડ નેપાળમાં અને પેટા-પ્રજાતિ શ્રીલંકામાં પણ જોવા મળે છે.
October 12 declared as 'World Sloth Bear Day'

Post a Comment

Previous Post Next Post