વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના એકતા નગરમાં મેઝ ગાર્ડનનું ઉદઘાટન કર્યું.

  • 182-મીટર ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનાવેલ આ ગાર્ડનમાં ભુલભુલામણી બગીચો, 'મિયાવાકી વન' અને હાઉસબોટ આ ત્રણેય જગ્યાઓ ખુલ્લી મુકવામાં આવી. 
  • 2,100 મીટરના રૂટ સાથે ત્રણ એકરમાં ફેલાયેલ મેઝ ગાર્ડન માં બનાવેલ ભુલભુલામણી બગીચો દેશનો સૌથી મોટો ભુલભુલામણી બગીચો છે.
  • તેને માત્ર આઠ મહિનાના ટૂંકા ગાળામાં વિકસાવવામાં આવ્યો છે.
  • ભુલભુલામણી બગીચામાં 'મિયાવાકી' જંગલ તરીકે ઓળખાતા લગભગ 1,80,000 રોપાઓ છે, જે મૂળ રૂપે 'ડમ્પિંગ સાઇટ' તરીકે ઉપયોગમાં લેવાતી સાઇટ પર બનાવવામાં આવ્યું છે.
  • આ જંગલનું નામ જાપાની વનસ્પતિશાસ્ત્રી અને ઇકોલોજીસ્ટ ડૉ. અકિરા મિયાવાકીના નામ પરથી રાખવામાં આવ્યું છે જેમણે આવા જંગલને વિકસાવવા માટેની તકનીકની શોધ કરી હતી.  
  • આમાં, છોડ એકબીજાની નજીક વાવવામાં આવે છે જેથી છોડનો વિકાસ દસ ગણો ઝડપી થાય છે અને પરિણામે વિકસિત જંગલ ત્રીસ ગણું વધુ ગાઢ બને છે.
  • આ સિવાય સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ ગુજરાતની પ્રથમ હાઉસબોટ સેવા 'ઓયો એકતા હાઉસબોટ'નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
PM Modi dedicates maze garden, Miyawaki forest, houseboat service

Post a Comment

Previous Post Next Post