ત્રણ અર્થશાસ્ત્રીઓને સયુંકત રીતે 2022 નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો.

  • આ અર્થશાસ્ત્રીઓમાં બેન એસ બર્નાન્કે, ડગ્લાસ ડબલ્યુ ડાયમંડ અને ફિલિપ એચ ડાયબવિગનો સમાવેશ થાય છે.
  • ડગ્લાસ ડબલ્યુ ડાયમંડ અને ફિલિપ એચ ડાયબવિગ દ્વારા બેન્કોના અસ્તિત્વ વિષે મોડેલ બનાવાયા છે જેમાં બેંકોની સમાજમાં ભૂમિકા, સરકાર તરફથી ડિપોઝિટ ઇન્શ્યોરન્સના રૂપમાં બેંકની નબળાઈનો ઉકેલ જેવા પાસાઓને આવરી લેવામાં આવ્યા છે.
  • ભૂતપૂર્વ ફેડરલ રિઝર્વ ચેરમેન બેન બર્નાન્કે તે દરમિયાન, 1930 ના દાયકાના મહામંદીનું વિશ્લેષણ કરેલ જે આધુનિક ઇતિહાસમાં સૌથી ખરાબ આર્થિક કટોકટી ગણવામાં આવે છે.
  • 2019 માં, ભારતમાં જન્મેલા અમેરિકન અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીને વૈશ્વિક ગરીબી દૂર કરવા માટે નવીન પ્રાયોગિક અભિગમ વિકસાવવામાં મદદ કરવા બદલ અર્થશાસ્ત્ર માટે એસ્થર ડુફ્લો અને માઈકલ ક્રેમર સાથે સયુંક્ત નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
Nobel Prize 2022 winners in Economics

Post a Comment

Previous Post Next Post