- કોઈ આરબ દેશમાં અને સૌપ્રથમ ખાડી દેશમાં આયોજિત આ પ્રથમ વિશ્વ કપ છે અને દક્ષિણ કોરિયા અને જાપાનમાં 2002ની ટુર્નામેન્ટ પછી સંપૂર્ણપણે એશિયામાં યોજાયેલો આ બીજો ફિફા વિશ્વ કપ છે.
- આ વર્લ્ડકપ 32 ટીમ વચ્ચે 20 નવેમ્બર થી 18 ડિસેમ્બર સુધી કતાર દેશના દોહા ખાતે ચાલનાર છે.
- FIFA વર્લ્ડકપ 2022નું થીમ વાક્ય 'Now Is Everything' રાખવામાં આવ્યું છે.
- ટુર્નામેન્ટના સત્તાવાર માસ્કોટનું અનાવરણ 1 એપ્રિલ 2022ના રોજ ગ્રુપ સ્ટેજના ડ્રો દરમિયાન કરવામાં આવ્યું હતું. તેનું નામ 'લાએબ (Laib)' છે. જે અરબી શબ્દ છે જેનો અર્થ 'સુપર-કુશળ ખેલાડી' થાય છે.
- સત્તાવાર પ્રતીક લિસ્બન સ્થિત બ્રાન્ડિયા સેન્ટ્રલ બ્રાન્ડિંગ એજન્સી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યુ છે.
- પ્રતીક ટુર્નામેન્ટ ટ્રોફી, અનંત પ્રતીક અને નંબર '8' સાથે સામ્યતા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે 'ઇન્ટરકનેક્ટેડ' ઇવેન્ટ અને આઠ યજમાન સ્ટેડિયમને પ્રતિબિંબિત કરે છે.
- તેની ડિઝાઇનમાં ટુર્નામેન્ટના શિયાળુ સમયને દર્શાવવા માટે શાલની આકૃતિ પણ છે અને તેમાં રણના ટેકરા જેવા તરંગો પણ ચિન્હિત કરવામાં આવ્યા છે.
- ફિફા (FIFA) વર્લ્ડ કપ એ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમો વચ્ચે યોજાતી વ્યાવસાયિક એસોસિએશન ફૂટબોલ ટુર્નામેન્ટ છે.
- જે FIFA દ્વારા દર ચાર વર્ષે આયોજિત કરવામાં આવે છે જે સૌપ્રથમ 1930માં ઉરુગ્વેમાં રમાઈ હતી અને વર્ષ 1998ની ઈવેન્ટથી 32 ટીમોએ ભાગ લેવાનું શરૂ કરેલ.