ભારતમાં 2023માં યોજાનારી SCO સમિટની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી.

  • ભારત સરકાર દ્વારા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની સમિટ માટે https://indiainsco.in પર લાઈવ કરવામાં આવી છે. 
  • વર્ષ 2022માં 22મી SCO સમિટની અધ્યક્ષતા ઉઝબેકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી જેમાં ઉઝબેકિસ્તાનના સમરકંદમાં  ભારતને SCOનું પ્રમુખપદ સોપવામાં આવી હતી.  
  • ભારત સપ્ટેમ્બર 2023 સુધી SCOની 23મી સમિટનું એક વર્ષ માટે જૂથની અધ્યક્ષતા કરશે.
  • ભારત સરકાર દ્વારા વારાણસીને વર્ષ 2022-2023 માટે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની પ્રથમ પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
  • શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન, SCO એ આઠ સભ્યોની બહુપક્ષીય સંસ્થા છે જેની સ્થાપના ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના નેતાઓ દ્વારા 15 જૂન 2001ના રોજ શાંઘાઈ, ચીનમાં કરવામાં આવી હતી કરવામાં આવી હતી.  
  • જુલાઈ 2005માં અસ્તાના સમિટ યોજાઈ હતી જેમાં ભારતને નિરીક્ષકનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
  • ત્યારબાદ જુલાઈ 2015 માં રશિયાના ઉફામાં, SCO દ્વારા ભારતને સંપૂર્ણ સભ્ય તરીકે સ્વીકારવાનું નક્કી કરવામાં આવ્યું.  
  • 9 જૂન 2017ના અસ્તાનામાં યોજાયેલ સમિટ દરમિયાન ભારત સત્તાવાર રીતે SCOમાં સંપૂર્ણ સભ્ય તરીકે જોડાયું.
India Launches Official Website And Theme of SCO 2023

Post a Comment

Previous Post Next Post