આસામના લચિત બારફૂકનની 400મી જન્મજયંતિની ઉજવણી દિલ્હીમાં શરૂ કરવામાં આવી.

  • આ ત્રણ દિવસ ચાલનાર ઉજવણીના સાંસ્કૃતિક કાર્યક્રમમાં કાયદા મંત્રી કિરેન રિજિજુ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.  
  • લચિત બરફૂકન અહોમ સૈન્યના પ્રખ્યાત સેનાપતિ હતા. અહોમ જેમણે આસામ પર છસો વર્ષથી શાસન કર્યું, તે વિશ્વના સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા શાસકોમાંના એક છે. 
  • કાર્યક્રમ દરમિયાન લચિત બરફૂકનના જીવન અને ગૌરવશાળી ઇતિહાસ પર એક દસ્તાવેજી અને પુસ્તિકાનું વિમોચન કરવામાં આવશે.  
  • 1671માં જ્યારે અહોમનો સરાઘાટ ખાતે શકિતશાળી મુઘલોનો સામનો થયો ત્યારે લચિત બરફૂકન ગંભીર રીતે બીમાર હતા.  તેમની નાદુરસ્ત તબિયત હોવા છતાં, એક સાચા સેનાપતિ, લચિત બરફૂકને આગળથી નેતૃત્વ કર્યું અને મુઘલોને હરાવ્યા હતા.
  • દેશની રાજધાનીમાં 400મી જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના લોકોને લચિત બરફૂકનની બહાદુરી અને લડાઈ કૌશલ્ય વિશે જણાવવાનો છે.
400th birth anniversary Lachit Barphukan

Post a Comment

Previous Post Next Post