અટલ ઇનોવેશન મિશન દ્વારા 75 મહિલા સાહસિકો પર બુક લોન્ચ કરવામાં આવી.

  • દેશ આઝાદી કા અમૃત મહોત્સવ - સ્વતંત્રતાના 75મા વર્ષની ઉજવણીની ઇનોવેશન્સ ફોર યુ સીરિઝના ભાગ રૂપે આ યાદી પ્રસિધ્ધ કરવામાં આવી.
  • 75 મહિલા સાહસિકોને AIM, NITI આયોગના અટલ ઇન્ક્યુબેશન સેન્ટર્સ (AICs) દ્વારા સહયોગ મળશે. 
  • અટલ ઈનોવેશન મિશનની પ્રથમ આવૃત્તિ આરોગ્ય સંભાળ ક્ષેત્ર, બીજી કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર પર અને ત્રીજી પરિવહન અને ગતિશીલતા પર આધારિત છે.  
  • AIM દ્વારા સમર્થિત 2900 પ્લસ સ્ટાર્ટઅપ્સમાંથી, 850 થી વધુ સ્ટાર્ટઅપ્સનું નેતૃત્વ મહિલાઓ કરે છે.
  • આ યાદીમાં GTU સંચાલિત 6 મહિલા સ્ટાર્ટઅપને આ યાદીમાં સ્થાન મળ્યું છે.
  • યાદીમાં સ્થાપિત 6 મહિલાઓમાં વાયજેન હેલ્થકેરના સ્થાપક નૈના શ્રીવાસ્તવ દ્વારા હેલ્થકેર ડાયગનોસ્ટિક કીટ વિકસાવાવમાં આવી છે.
  • હેમાલી સંઘાણીના થર્મોસેન્સ દ્વારા ફેબ્રીકસમાં નેનો ટેકનોલજીનો ઉપયોગ કરી માસ્ક, મોજા, કપડાંનું નિર્માણ કરવામાં આવ્યું.આ ઉત્પાદનો વાયરસ પ્રૂફ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
  • હેતલ ચૌહાણે એક છોડમાંથી હેલ્થ સપ્લિમેન્ટ બનાવમામાં આવ્યું છે.
  • કિંજલ વાઘેલાએ હેલ્થકેર પોર્ટલ વિકસાવ્યું છે જેણે 50,000 પ્રોફેશનલ્સને હેલ્થકેર કન્સલ્ટેશન પૂરું પાડ્યું છે.
  •  રોહિણી વસંતના છ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સમાથી એક પ્રોજેક્ટ હેઠળ એક ઉપકરણ બનાવવામાં આવ્યું છે જેનાથી ખાદ્યપ્રસાદ અને કોસ્મેટિક પદાર્થો ખરેખર ઓર્ગેનિક છે કે નહિ તે તપાસવામાં આવે છે. 
  • અનામિકા શર્માએ પશુપાલકોને મદદ કરવા માટે એક પદ્ધતિ વિકસાવી છે.
  • GTU સંચાલિત 6 મહિલા સ્ટાર્ટઅપ સિવાય અન્ય 10 મહિલા આ યાદીમાં સામેલ છે.
Atal Innovation Mission launches

Post a Comment

Previous Post Next Post