- ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા ભારતમાં નિર્મિત ખાનગી પ્રક્ષેપણ વાહનને સપોર્ટ આપવા માટે રોકેટ સિસ્ટમ સપ્લાય કરવામાં આવી.
- ચેન્નાઈ સ્થિત સ્પેસ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ "અગ્નિકુલ કોસ્મોસ"ને ISRO તરફથી IN-SPACeના સહયોગથી તેની પ્રથમ ફ્લાઈટ ટર્મિનેશન સિસ્ટમ (FTS) આપવામાં આવી.
- IN-SPACe (ભારતીય નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર) એ એક સિંગલ-વિન્ડો સ્વાયત્ત સરકારી એજન્સી છે.
- જે ખાનગી ક્ષેત્રની અવકાશ-આધારિત પ્રવૃત્તિઓનું પ્રોત્સાહન, પરવાનગી અને નિરીક્ષણ કરે છે.
- આ પ્રથમ વખત છે કે ISROના યાન માટે ઉપયોગમાં લેવાતી સિસ્ટમને ભારતની ખાનગી કંપનીના પ્રક્ષેપણ વાહનને ટેકો આપવા સપ્લાય કરવામાં આવી હોય.
- પેકેજનો ઉપયોગ તેમના સંપૂર્ણ નિયંત્રિત સબ-ઓર્બિટલ લોન્ચર માટે કરવામાં આવશે, જે SDSC SHAR, શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે.
- અગ્નિકુલના લોન્ચ વ્હીકલ "અગ્નિબાણ" એ એક વૈવિધ્યપૂર્ણ લોન્ચવેહિકલ છે જેનું વિક્રમ સારાભાઈ સેન્ટરVSSC ખાતેથી તેની વર્ટિકલ ટેસ્ટ ફેસિલિટી, થુંબા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન (TERLS), તિરુવનંતપુરમ ખાતે 15 સેકન્ડનું હોટ ટેસ્ટ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
- ભારતીય અવકાશ સ્ટાર્ટ-અપ્સને IN-SPACE દ્વારા ISROની સુવિધાઓનો ઉપયોગ કરવાની તક પૂરી પાડવા માટે ISRO અને અગ્નિકુલ કોસ્મોસ વચ્ચે થયેલા એમઓયુના ભાગરૂપે આ આ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
- અગ્નિલેટ એ પ્રવાહી ઓક્સિજન અને એવિએશન ટર્બાઇન ઇંધણનો પ્રોપેલન્ટ તરીકે ઉપયોગ કરીને રિજનરેટિવલી કૂલ્ડ 1.4 kN સેમી-ક્રાયોજેનિક એન્જિન છે.
- આ એન્જિનને અત્યાધુનિક 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવ્યું છે.
