- આ જાહેરાત મુજબ વર્ષ 2021નો બિહારી પુરસ્કાર પ્રસિદ્ધ સાહિત્યકાર મધુ કાંકરિયા અને વર્ષ 2022નો પુરસ્કાર ડૉ. માધવ હાડાને એનાયત કરાયો છે.
- આ પુરસ્કારમાં અઢી લાખ રુપિયા રોકડ, પ્રશસ્તિ પત્ર અને એક સ્મૃતિ ચિહ્ન પ્રદાન કરવામાં આવે છે.
- બન્ને સાહિત્યકારોમાં મધુ કાંકરિયાને તેમના ઉપન્યાસ 'હમ યહા થે' માટે તેમજ ડૉ. માધવ હાડાને તેમની આલોચનાત્મક કૃતિ 'પચરંગ ચોલા પહર સખી રી' માટે અપાયો છે.
- આ પુરસ્કાર કે.કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા વર્ષ 1991થી આપવામાં આવે છે.
- આ પુરસ્કાર પ્રસિદ્ધ મહાકવિ બિહારીના નામ પર દર વર્ષે રાજસ્થાનના હિન્દી અથવા રાજસ્થાની ભાષામાં લખાયેલ કૃતિઓ માટે અપાય છે.