- "ગ્લોબલ શીલ્ડ"ની રચનાનો મુખ્ય ઉદ્દેશ્ય આબોહવા પરિવર્તનને લીધે, પૂર અને દુષ્કાળની આત્યંતિક ઘટનાઓના કારણે પહેલાથી જ સંઘર્ષ કરી રહેલા દેશના અર્થતંત્રને થતા નુકસાનમાં મદદ કરવાનો છે.
- "ગ્લોબલ શિલ્ડ" ક્લાઈમેટ ફંડિંગની પહેલ જર્મનીની અધ્યક્ષતામાં G7 અને V20 (ગ્રુપ ઓફ વલ્નરેબલ 20) એ સંયુક્ત રીતે કરેલ છે.
- પહેલનું સંચાલન ગ્લોબલ શીલ્ડ ઉચ્ચ-સ્તરીય સલાહકાર જૂથ દ્વારા કરવામાં આવશે જેમાં V20, G7 અને G20 ના પ્રતિનિધિઓ તેમજ સંખ્યાબંધ બુધ્ધિ જીવીઓ અને બહુપક્ષીય સંસ્થાઓનો સમાવેશ થાય છે.
- હાલમાં "ગ્લોબલ શિલ્ડ" પ્રાપ્તકર્તાઓની યાદીમાં બાંગ્લાદેશ, કોસ્ટા રિકા, ફિજી, ઘાના, પાકિસ્તાન, ફિલિપાઇન્સ અને સેનેગલ જેવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે.