કેન્દ્ર સરકાર દ્વારા સીવી આનંદ બોઝ પશ્ચિમ બંગાળના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • અગાઉ જગદીપ ધનકરે પશ્ચિમ બંગાળના ગવર્નર તરીકે કાર્યરત હતા પરંતુ તેઓએ દેશના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ મણિપુરના રાજ્યપાલ લા ગણેશનને પશ્ચિમ બંગાળનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો.
  • 1977 બેચના IAS અધિકારી સી.વી. આનંદ બોઝે કેરળ રાજયમાં વિવિધ વહીવટી પદો પર ફરજ બજાવેલ છે.
  • સી.વી. આનંદ બોઝ યુએન સાથે કન્સલ્ટેટિવ ​​સ્ટેટસમાં હેબિટેટ એલાયન્સના અધ્યક્ષ છે અને યુએન હેબિટેટ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય પણ રહી ચૂક્યા છે.
  • તેઓએ લેખક અને કટાર લેખક તરીકે અંગ્રેજી, મલયાલમ અને હિન્દી ભાષાઓમાં ટુંકી વાર્તાઓ, નવલકથાઓ, કવિતાઓ અને નિબંધસંગ્રહ સહિત 40 પુસ્તક પ્રકાશિત કરેલ છે.
  • તેઓને 29 જેટલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
C V Ananda Bose appointed West Bengal Governor

Post a Comment

Previous Post Next Post