ISRO દ્વારા દેશનું પ્રથમ ખાનગી રીતે બનાવેલું રોકેટ 'Vikram-S' લોન્ચ કરવામાં આવ્યું.

  • ભારતના પ્રથમ ખાનગી રોકેટ 'Vikram-S' ને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 115 કિમી દૂર લોન્ચ કરવામાં આવ્યું.
  • આ રોકેટને 18 નવેમ્બર 2022 સવારે 11.30 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું.
  • આ રોકેટને ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા ડૉ. વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે.  
  • આ મિશનને 'PRARAMBH' (શરૂઆત) નામ આપવામાં આવ્યું છે.
  • 6-મીટર ઊંચું Vikram-S માં બે સ્થાનિક પેલોડ અને એક વિદેશી પેલોડનો સમાવેશ થાય છે.
  • આ ત્રણ કાર્યરત પેલોડમાં 1) સ્પેસ કિડ્ઝ ઈન્ડિયા, 2) બાઝૂમક આર્મેનિયા અને 3)એન-સ્પેસ ટેક ઈન્ડિયાનો સમાવેશ થાય છે.  
  • 550 કિલો વજન ધરાવતું આ રોકેટ મહત્તમ 101 કિમીની ઊંચાઈ સુધી પહોંચી લોન્ચના4.84 મિનિટ પછી, રોકેટ શ્રીહરિકોટાથી લગભગ 115.6 કિમી દૂર બંગાળની ખાડીમાં તૂટી પડ્યું.
  • Vikram-S ઘન-ઇંધણવાળા પ્રોપલ્શન દ્વારા સંચાલિત સિંગલ સ્ટેજ સબ-ઓર્બિટલ રોકેટ છે.  જેને કાર્બન કમ્પોઝિટ સ્ટ્રક્ચર્સ અને 3D-પ્રિન્ટેડ ઘટકો સહિત અદ્યતન તકનીકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું.
  • આ સિંગલ સ્ટેજ રોકેટ ગતિની તીવ્રતા અને દબાણ માપન ડેટા મેળવવા માટે સેન્સરથી સજ્જ છે.  
  • સિંગલ સ્ટેજ 'Vikram-S rocket' (વિક્રમ સબઓર્બિટલ રોકેટ) પ્રાઇવેટ સ્ટાર્ટ-અપ 'સ્કાયરૂટ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ' દ્વારા વિકસાવવામાં આવ્યું છે. 
  • આ પ્રકારના રોકેટોને ન્યૂનતમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હોય છે અને 24 કલાકની અંદર એસેમ્બલ કરી શકાય છે અને કોઈપણ પ્રક્ષેપણ સ્થળ પરથી લોન્ચ કરી શકાય છે.  
  • સ્કાયરૂટ એ પ્રથમ સ્ટાર્ટઅપ છે જેણે તેના રોકેટ લોન્ચ કરવા માટે ISRO સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. 
India's first privately built rocket 'Vikram-S' was launched by ISRO.

Post a Comment

Previous Post Next Post