- 14મા દલાઈ લામાને હિમાચલ પ્રદેશના ગવર્નર રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર દ્વારા ધર્મશાલાના મેકલોડગંજમાં થેકચેન ચોઈલિંગ ખાતે આ એનાયત કરવામાં આવ્યો.
- ગાંધી મંડેલા ફાઉન્ડેશન એ ભારત સરકાર દ્વારા નોંધાયેલ ટ્રસ્ટ અને એક બિન-લાભકારી સંસ્થા છે, જેની રચના મહાત્મા ગાંધી અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના અહિંસાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવી છે.
- આ ફાઉન્ડેશન દ્વારા શાંતિ અને અહિંસાની પ્રતિકૃતિ રૂપે આ આંતરરાષ્ટ્રીય "ગાંધી મંડેલા એવોર્ડ"ની રચના કરવામાં આવી.
- આ એવોર્ડથી એવા વૈશ્વિક નેતાઓને સન્માનિત કરવા માટે છે જે નાગરિકોને શાંતિ, એકતા અને સ્વતંત્રતા માટે કામ કરવા પ્રેરણા આપે છે.