પ્રસિદ્ધ સાહિત્યકાર મોહંમદ માંકડનું 95 વર્ષની વયે નિધન.

  • ગુજરાતી સાહિત્યમાં તેઓએ ટૂંકી વાર્તા, નવલકથા, ચિંતનાત્મક નિબંધ, અનુવાદ અને બાળવાર્તા સહિતની કૃતિઓનું સર્જન કર્યું હતું. 
  • વર્ષ 1982માં તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ બન્યા હતા. 
  • તેમનો જન્મ 13 ફેબ્રુઆરી, 1928ના રોજ બોટાદ નજીક આવેલ પાળીયાદ ગામે થયો હતો. 
  • ફક્ત 20 વર્ષની વયે જ તેઓએ પોતાની પ્રથમ કૃતિ અખંડઆનંદમાં પ્રસિદ્ધ કરી હતી. 
  • વર્ષ 1977માં સંદેશ દૈનિકમાં તેઓએ 'કેલિડોસ્કોપ' નામથી એક કોલમ પણ શરુ કરી હતી જે આજ સુધી ચાલુ રહી હતી. 
  • વર્ષ 2008માં તેઓને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો તેમજ વર્ષ 2018માં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર અપાયો હતો. 
  • આ સિવાય વર્ષ 1967 અને 1992માં તેઓને ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર અપાયો હતો.
Renowned writer Mohammad Mankad passed away at the age of 95.

Post a Comment

Previous Post Next Post