- ટોક્યોમાં આયોજિત GPAI ખાતે ભારતના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર દ્વારા ફ્રાન્સ તરફથી પ્રતીકાત્મક રીતે અધ્યક્ષપદ સંભાળવામાં આવ્યું.
- આ ભાગીદારી એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને માનવ-કેન્દ્રિત વિકાસને સમર્થન આપવા માટેની ભારતની આંતરરાષ્ટ્રીય પહેલ છે.
- તેમાં યુએસ, યુકે, યુરોપિયન યુનિયન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, મેક્સિકો, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા અને સિંગાપોર સહિત 25 સભ્ય દેશો છે.
- ભારત આ ગ્રુપમાં 2020માં સંસ્થાપક સભ્ય તરીકે જોડાયું હતું.