- આ કાયદો લાગુ કરનાર મધ્યપ્રદેશ દેશનું સાતમું રાજ્ય બન્યું.
- અગાઉ હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર દ્વારા PESA કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે.
- આ નિયમ 89 તાલુકાઓના ગામડાઓમાં જ્યાં આદિવાસીઓની વસ્તી વધુ છે ત્યાં લાગુ કરવામાં આવશે.
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં શહડોલમાં આયોજિત આદિવાસી ગૌરવ દિવસ કાર્યક્રમમાં આદિવાસી સમુદાયના હિત માટે આ એક્ટ લાગુ કરવામાં આવ્યો.
- આ કાયદાનો હેતુ આદિવાસી સમાજને સ્વ-શાસન આપવાનો અને ગ્રામસભાઓને તમામ પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બનાવવાનો છે.
- કેન્દ્ર સરકાર દ્વારા PESA કાયદો ઘડવાના માર્ગદર્શન માટે મધ્યપ્રદેશના અગ્રણી આદિવાસી નેતા અને ઝાબુઆના સાંસદ દિલીપ સિંહ ભુરિયાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી હતી જેને "ભુરીયા સમિતિ" તરીકે ઓળખાય છે.
- આ સમિતિની ભલામણ પર કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1996માં પંચાયતોના અનુસૂચિત ક્ષેત્રોમાં વિસ્તરણ માટે The Provisions of the Panchayats (Extension to Scheduled Areas) Act,(PESA) ઘડવામાં આવ્યો.
- જે 24 ડિસેમ્બર, 1996ના રોજ દેશમાં લાગુ કરવામાં આવ્યો હતો જેમાંથી દેશના 6 રાજ્યો દ્વારા આ કાયદાને અમલમાં મૂકવામાં આવ્યો હતો જેમાં સાતમા રાજ્ય તરીકે મઘ્યપ્રદેશ જોડાયું.
