- એક માસ ચાલનાર આ અભિયાન 25 નવેમ્બરથી શરૂ કરવામાં આવ્યું.
- આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લિંગ હિંસા સામે મહિલાઓ અને છોકરીઓમાં જાગૃતિ લાવવા માટેનો છે.
- અભિયાન અંતર્ગત મહિલાઓને હિંસા સામે ઉપલબ્ધ કાયદાકીય અને અન્ય ઉપાયો વિશે માહિતગાર કરવામાં આવશે.
- 25 નવેમ્બરે ઉજવાતા વિશ્વ મહિલા અને છોકરીઓ સામેની હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
- દેશભરમાં 1,200 જેન્ડર રિસોર્સ સેન્ટર ખોલવામાં આવ્યા છે જેમાં લિંગ હિંસા અને ભેદભાવનો સામનો કરતી મહિલાઓ આ કેન્દ્રોની મદદ લઈ શકે છે.