- દક્ષિણ ભારતની પ્રથમ "વંદે ભારત" એક્સપ્રેસ ટ્રેનને બેંગલુરુના ક્રાંતિવીર સંગોલી રાયન્ના (KSR) રેલ્વે સ્ટેશનથી લીલી ઝંડી બતાવવામાં આવી.
- આ ટ્રેન બેંગ્લોર થઈને મૈસૂર અને ચેન્નાઈ વચ્ચે દોડશે.
- ઉપરાંત પ્રધાનમંત્રી દ્વારા 'ભારત ગૌરવ કાશી દર્શન' ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી.
- જે કર્ણાટકના મુઝરાઈ વિભાગ દ્વારા રેલવેની "ભારત ગૌરવ" ટ્રેન નીતિ હેઠળ ચલાવવામાં આવશે.
- આ ટ્રેનમાં મુસાફરી માટે આઠ દિવસનું ટ્રાવેલ 'પેકેજ' ઉપલબ્ધ હશે અને શ્રદ્ધાળુઓને વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
- કર્ણાટક સરકાર કાશી વિશ્વનાથ યાત્રાના યાત્રિકોને વધારાના પાંચ હજાર રૂપિયા પણ આપશે.
- આ ટ્રેન વારાણસી, અયોધ્યા અને પ્રયાગરાજ જેવા અનેક તીર્થ સ્થાનો પર જશે.