- બેંગલુરુ ટેક સમિટ 2022 એ એશિયાની સૌથી મોટી ટેક્નોલોજી ઇવેન્ટ છે જે અત્યારસુધીની 25મી આવૃત્તિ છે.જે ત્રણ દિવસ ચાલશે.
- સમિટમાં "Tech4NextGen" થીમ રાખવામાં આવી છે.
- આ સમિટમાં ભારતીય સાહસો સાથે કામ કરવા માટે, જાપાન, ફિનલેન્ડ, નેધરલેન્ડ, ડેનમાર્ક, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, જર્મની, ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, લિથુઆનિયા અને કેનેડા સહિત 15 થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે.