- તેઓનો જન્મ 31 મે, 1943ના રોજ અગાઉના મદ્રાસ પ્રેસિડેન્સી અને હાલના આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના બુરીપાલેમમાં ઘટ્ટમનેની શિવ રામા કૃષ્ણ મૂર્તિમાં થયો હતો
- તેઓએ વિવિધ શૈલીમાં 350થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
- તેઓ "ડેરિંગ એન્ડ ડેશિંગ હીરો" જેવા હુલામણા નામથી પ્રખ્યાત હતા.
- તેઓ હોલિવુડ ફિલ્મોના પ્રયોગો અને તકનીકોને અપનાવવામાં અગ્રણી હતા.
- તેણે તેલુગુ સિનેમામાં હોલિવુડની "કાઉબોય" મૂવીઝની શૈલી પણ રજૂ કરી હતી જેમાંથી "મોસાગલ્લાકુ મોસાગાડુ" સૌથી વધુ યાદગર ફિલ્મ છે.
- તેઓએ 1971માં પદ્માલય સ્ટુડિયોની સ્થાપના કરી હતી જેના દ્વારા તેલુગુ અને હિન્દી બંને ફિલ્મોનું નિર્માણ અને વિતરણ કરવામાં આવ્યું.
- કેન્દ્ર સરકાર દ્વારા તેઓને 2009માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
- તેઓ 1989માં કોંગ્રેસની ટિકિટ પર એલુરુ મતવિસ્તારમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા.