- કતારમાં આયોજિત FIFA ફૂટબોલ વર્લ્ડકપની ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને પેનલ્ટી પર 4-2થી પરાજય આપી ખિતાબ મેળવ્યો.
- આર્જેન્ટિનાએ ત્રીજી વખત ફીફા ફૂટબોલ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે, અગાઉ વર્ષ 1978 તેમજ વર્ષ 1986માં આ કપ જીત્યો હતો.
- ફ્રાન્સના કૈલિયન એમબાપ્પે 100 સેકન્ડની અંદર 3 ગોલ કરીને સ્કોર ડ્રો કર્યો હતો ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝએ2 ગોલ કરી ટીમને 36 વર્ષ બાદ ખિતાબ અપાવ્યો.
- આર્જેન્ટિના કેપ્ટન લિયોનેલ મેસ્સીએ ગોલ્ડન બોલ એવોર્ડ સાથે વર્લ્ડ કપમાંથી ઐતિહાસિક વિદાય લીધી.
- આ સાથે જ આઠ ગોલ કરનાર ફ્રાન્સના એમ્બાપ્પેને ગોલ્ડન બૂટ અને આર્જેન્ટિનાના માર્ટિનેઝને ગોલ્ડન ગ્લોવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
- આ કપમાં 8 ગોલ સાથે ટોપ સ્કોરર ફ્રેન્ચ ખેલાડી કૈલિયન એમબાપ્પે તેમજ બેસ્ટ પ્લેયરનો ખિતાબ આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સીએ જીત્યો હતો.
- ફીફા વર્લ્ડ કપમાં ચેમ્પિયન ટીમ માટે ઇનામની રકમ 42 મિલિયન ડોલર, રનર-અપ ટીમ માટે ઇનામની રકમ 30 મિલિયન ડોલર, ત્રીજા સ્થાનની ટીમ માટે 27 મિલિયન ડોલર તેમજ ચોથા સ્થાનની ટીમ માટે 25 મિલિયન ડોલર જેટલી છે!
- અલગ અલગ રાઉન્ડમાં વિવિધ ટીમ માટે તેમજ પ્રથમ ચાર સ્થાનોની ટીમ સહિત કુલ ઇનામની રકમ 440 મિલિયન ડોલર છે જે વર્ષ 2018ના ફીફા વર્લ્ડ કપ કરતા 40 મિલિયન ડોલર વધુ છે.
- આગામી વર્ષ 2026નો ફીફા વર્લ્ડ કપ પોતાના ઇતિહાસમાં બીજી વાર એકથી વધુ દેશો, કેનેડા, મેક્સિકો અને અમેરિકાના કુલ 16 શહેરોમાં રમાડવામાં આવનાર છે.
- આ પહેલા વર્ષ 2002માં એક જ વાર એવુંં બન્યું છે કે કોઇ બે દેશ (દ. કોરિયા અને જાપાન) માં ફીફા વર્લ્ડ કપ રમાયો હોય આ જ વર્લ્ડ કપ એવો પણ પ્રથમ વર્લ્ડ કપ હતો જે અમેરિકા અને યુરોપ બહાર (એશિયામાં) રમાયો હોય.