- આ તબક્કામાં નાસાએ આર્ટેમિસ મિશનના ઓરિયનને સફળતાપૂર્વક મેક્સિકો પાસે પેસિફિક મહાસાગરમાં ઉતાર્યું હતું.
- આ ઓરિયન અંતરિક્ષમાં 26 દિવસ વિતાવીને ધરતી પર પરત ફર્યું છે.
- આ ઓરિયન જ્યારે પૃથ્વી પર પરત ફર્યું ત્યારે તેની ઝડપ અવાજની ગતિ કરતા 32 ગણી વધુ હતી.
- ઉલ્લેખનીય છે કે નાસા દ્વારા વર્ષ 2024માં આર્ટેમિસ-2 દ્વારા ચાર અવકાશયાત્રીઓને તેમજ રોબોટને ચંદ્ર પર મોકલવામાં આવનાર છે.
- આ મિશન માટે નાસાએ 35 બિલિયન અમેરિકન ડોલરનું બજેટ ફાળવ્યું છે.