- હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રમુખ તરીકે ડૉ ક્લાઉડિન ગેની પસંદગી કરવામાં આવી જેઓ જુલાઈ 2023 માં હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રમુખ તરીકે લોરેન્સ બેકોનું સ્થાન લેશે.
- હાર્વર્ડ યુનિવર્સિટીની સ્થાપના 1636માં થઈ હતી ત્યારથી તેના 386 વર્ષના ઇતિહાસમાં પહેલી વાત કોઈ અશ્વેત મહિલાની પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી.
- આ નિયુક્તિ બાદ તેઓ આ સન્માન મેળવનાર બીજા મહિલા પણ બન્યા છે.
- તેઓને યુનિવર્સિટીના 30મા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- ડૉ ક્લાઉડિન ગે હૈતીયન ઇમિગ્રન્ટ્સની પુત્રી છે અને તેણીએ 1992 માં કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતકની અને 1998માં હાર્વર્ડમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવેલ છે.
- તેઓ 2006માં હાર્વર્ડની ફેકલ્ટીમાં સરકારી પ્રોફેસર તરીકે જોડાયા હતા અને 2007થી આફ્રિકન અને આફ્રિકન-અમેરિકન સ્ટડીઝના પ્રોફેસર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.