વડોદરા ખાતે દેશી રમત 'નાગોલચા' ની નેશનલ ચેમ્પિયનશિપ શરુ થશે.

  • આ રમતને 'નાગોલચા' સિવાય 'સતોડિયું' તેમજ 'નારગોલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. 
  • આ ચેમ્પિયનશિપમાં દેશના 20 રાજ્યોમાંથી 17 પુરુષો અને 17 મહિલાઓની કુલ 34 ટીમના 550 ખેલાડીઓ રમશે. 
  • આ રમતને અલગ અલગ રાજ્યમાં અલગ નામથી ઓળખવામાં આવે છે. 
  • પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને છત્તીસગઢમાં આ રમતને 'પિટ્ટુ' તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આંધ્ર પ્રદેશમાં યદુ પેનક્યુલાટા, કર્ણાટકમાં લગોરી, મહારાષ્ટ્રમાં લિગોર્ચા-લગોરી અથવા સાત. તિલો, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં લિટોલિયા, ગુજરાતમાં સતોડિયું / નારગોલ / દિકોરી, તેલંગાણામાં લિગોજ, કેરળમાં ડબ્બા કાલી, તમિલનાડુમાં એઝુ કલ્લુ, જમ્મુ કાશ્મીરમાં ગર્મન, ઓડિશામાં બાસ્કેટ ગોલ તેમજ આસામમાં સતગોટી તરીકે ઓળખવામાં આવે છે. 
  • આ રમતમાં મેદાનમાં વચ્ચે સાત પથ્થરોને એક ઉપર એક ગોઠવીને બોલ દ્વારા તે પથ્થરોને પાડવામાં આવે છે, આ તમામ પથ્થરોને ખેલાડીઓ ફરીથી ગોઠવે છે અને તે દરમિયાન અન્ય ખેલાડીઓ એકબીજાને બોલ મારે છે, આ દરમિયાન જો બોલ ખેલાડીને વાગી જાય તો તેને આઉટ ગણવામાં આવે છે.
The National Championship of the country game 'Nagolcha' will begin at Vadodara.

Post a Comment

Previous Post Next Post