- જૂનાગઢ-ગીર સોમનાથની ક્ષાર પ્રભાવિત દરિયાઈ પટ્ટીમાં સીમારની શ્રી મહિલા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ નિકુલ ચાવડા અને છાત્રાઓ દ્વારા 10 ગામમાંથી ફોસ્ફરસનુ વિધટન અને નાઈટ્રોજનનું સ્થાપન કરી શકે તેવા જૈવિક બેક્ટેરિયા અલગ તારવ્યા.
- જેમાંથી 72 બેક્ટેરિયા લઇ વધુ સંશોધનની કામગીરી શરુ કરાઇ હતી. જેમાંથી બેક્ટેરિયાનું જૈવિક ખાતર બનાવી લેબોરેટરીમાં સંશોધન માટે ઘઉંનો પાક ઉગાડવામાં આવ્યો અને તેમાં સારું પરિણામ મળ્યું.
- આ સંશોધનથી ક્ષારયુક્ત જમીનમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને બાયોફર્ટીલાઇઝર દ્વારા ઉત્પાદન વધારી શકાશે.
- આ સંશોધનથી આગામી દિવસોમાં ભારતમાં ઓર્ગેનિક ફાર્મિંગ ક્ષેત્રે ક્રાંતિ આવી શકે તેવી શક્યતા વધશે.
- આ સંશોધન અમેરિકન સંસ્થાએ પોતાની વેબસાઈટ ઉપર મૂકીને તેને આગળ વધારવા માટે કાર્ય શરૂ કર્યું છે.