- આ સિક્કાઓ અને ટિકીટ શ્રી અરવિંદોની 150મી જન્મજયંતિ પર વડાપ્રધાન મોદી દ્વારા પુડ્ડુચેરી ખાતે પ્રસિદ્ધ કરાયા છે.
- અરવિંદોનો જન્મ 15 ઑગષ્ટ, 1872ના રોજ થયો હતો જેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
- ક્રાંતિકારી તરીકે દેશમાં પોતાનું યોગદાન આપ્યા બાદ તેઓ યોગી બન્યા હતા અને પુડુડુચેરીમાં જ એક આશ્રમની સ્થાપના કરી હતી.
- તેઓએ વેદ અને ઉપનિષદો પર અનેક વ્યાખ્યાઓ કરી હતી તેમજ યોગ સાધના પર મૌલિક ગ્રંથો લખ્યા હતા.
- તેઓએ 'ધી મધર', 'લેટર્સ ઓન યોગ', 'સાવિત્રી', 'યોગ સમન્વય', ' દિવ્ય જીવન', 'ફ્યુચર પોએટ્રી', 'યોગિક સાધન', 'વંદે માતરમ્' તેમજ 'કારા કાહિની' જેવી મહત્વપૂર્ણ રચનાઓનું સર્જન કર્યું હતું.