કેન્દ્ર સરકાર દ્વારા 'Social Progress Index (SPI)' પ્રકાશિત કરવામાં આવ્યો.

  • આ સૂચકાંક દેશના રાજ્યો અને જિલ્લાઓને કેન્દ્રમાં રાખીને 'ઈન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસ એન્ડ સોશિયલ ગ્રોથ ઈમ્પેરેટિવ્સ' સાથે મળીને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
  • આ સૂચકાંકમાં 65.99 સ્કોર સાથે પુડુચેરી પ્રથમ, 65.8ના સ્કોર સાથે લક્ષદ્વીપ બીજા અને 65.5.3ના સ્કોર સાથે ગોવા ત્રીજા ક્રમે છે.
  • શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા જિલ્લાઓમાં પ્રથમ અને બીજા ક્રમે હિમાચલ પ્રદેશના શિમલા અને સોલન અને ત્રીજા ક્રમે મિઝોરમના આઈઝોલ છે.
  • ઝારખંડ અને બિહાર ઇન્ડેક્સમાં સૌથી નીચે છે.
  • સામાજિક પ્રગતિ સૂચકાંક મૂળભૂત માનવ જરૂરિયાતો, સુખાકારી અને ઉપલબ્ધ તકનો પાયો જેવા 12 પરિમાણોના આધારે તૈયાર કરવામાં આવે છે.
Social Progress Index (SPI) for States and Districts received by EAC-PM, released

Post a Comment

Previous Post Next Post