EIU દ્વારા "Worldwide Cost of Living Index 2022" પ્રકાશિત કરવામાં આવ્યો.

  • ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા પ્રકાશિત રિપોર્ટ મુજબ 2022માં ન્યુયોર્ક અને સિંગાપોર રહેવા માટે વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં પ્રથમ સ્થાને રહ્યા.
  • "The world’s most expensive cities in 2022"માં રહેવા માટે ટોચના 10 સૌથી મોંઘા શહેરોમા 1) ન્યૂયોર્ક અને સિંગાપોર (ટાઈ), 3) તેલ અવીવ, ઇઝરાયેલ 4) હોંગકોંગ અને લોસ એન્જલસ (ટાઈ), 6) ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લૅન્ડ, 7) જીનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ 8) સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, 9) પેરિસ, ફ્રાન્સ, 10) કોપનહેગન, ડેનમાર્કનો સમાવેશ થાય છે.
  • મોંઘા શહેરોની યાદીમાં ભારતના 3 શહેરોને અંતિમ દસમા સ્થાન આપવામાં આવ્યું છે જેમાં 161માં ક્રમ સાથે બેંગલોર, 164માં ક્રમ સાથે ચેન્નાઈ, 165માં ક્રમ સાથે અમદાવાદનો સમાવેશ થાય છે.
  • આ ઇન્ડેક્ષમાં સીરિયાના શહેર દમાસ્કસ અને લિબિયાના ત્રીપોલીને સૌથી સસ્તા જાહેર કરવામાં આવ્યા છે.
  • વિશ્વના જીવનધોરણ અંગે કરાયેલ સરવે મુજબ વિશ્વના મોટા શહેરોમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં 8.1%નો વધારો થયો છે.
Worldwide Cost of Living Index 2022

Post a Comment

Previous Post Next Post