- "નમામિ ગંગા" પ્રોજેક્ટ એ ભારત સરકાર દ્વારા 20,000 કરોડના બજેટ ખર્ચ સાથે જૂન, 2014માં શરૂ કરવામાં આવેલ એક સંકલિત સંરક્ષણ મિશન છે.
- જેનો ઉદ્દેશ્ય ગંગાના સ્વાસ્થ્યને પુનઃસ્થાપિત કરવાનો, તેમાં રહેલું પ્રદૂષણ ઘટાડવા, વન આવરણનું પુનઃનિર્માણ અને તેના વિશાળ તટપ્રદેશની આસપાસ રહેતા 520 મિલિયન લોકોને લાભ આપવાનો છે.
- આ પ્રોજેક્ટને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કુદરતી વિશ્વને પુનઃસ્થાપિત કરવામાં તેમની ભૂમિકા માટે વિશ્વભરના ટોપ 10 પહેલમાં માન્યતા આપી "વર્લ્ડ રિસ્ટોરેશન ફ્લેગશિપ" આપવામાં આવી છે.
- "વર્લ્ડ રિસ્ટોરેશન ફ્લેગશિપ" હેઠળ આવતા પ્રોગ્રામને સયુંક્ત રાષ્ટ્ર દ્વારા પ્રમોશન, સલાહ અને ભંડોળ આપવામાં આવે છે.