ગાયિકા પ્રભા અત્રેને પંડિત હરિપ્રસાદ ચૌરસિયા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

  • તેઓને આ સન્માનમાં પ્રશસ્તિ પત્ર અને 1 લાખ રૂપિયા આપવામાં આવ્યા.  
  • તેઓને આ પુરસ્કાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા મુંબઈ નજીક થાણેમાં રામગણેશ ​​ગડકરી રંગાયતન ખાતે એક કાર્યક્રમમાં અર્પણ કરવામાં આવ્યો.
  • આ પ્રસંગે તેમના 90માં જન્મદિવસે અને તેઓના સન્માનમાં 90 વાંસળીવાદકોએ પર્ફોર્મન્સ આપ્યું હતુ હતો.
  • તેઓનો જન્મ 13 સપ્ટેમ્બર 1932 થયો હતો તેઓ કિરાણા ઘરાનાની ભારતીય શાસ્ત્રીય ગાયિકા છે..
  • તેઓને ભારત સરકાર દ્વારા વર્ષ 1990માં પદ્મશ્રી, 2002 પદ્મભૂષણ અને વર્ષ 2022 પદ્મ વિભૂષણ એમ ત્રણેય પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.
  • આ ઉપરાંત તેઓને સંગીત માટે આચાર્ય અત્રે એવોર્ડ, જગતગુરુ શંકરાચાર્યે ‘ગણ-પ્રભા’નું બિરુદ, વર્ષ 1991 સંગીત નાટક અકાદમી પુરસ્કાર, જાયન્ટ્સ ઇન્ટરનેશનલ એવોર્ડ, રાષ્ટ્રીય કાલિદાસ સન્માન, વર્ષ 2011માં સંગીત નાટક અકાદમી તરફથી ટાગોર અકાદમી રત્ન પુરસ્કાર, દીનાનાથ મંગેશકર એવોર્ડ, હાફિઝ અલી ખાન પુરસ્કાર, ગોવિંદ-લક્ષ્મી એવોર્ડ, ગોદાવરી ગૌરવ પુરસ્કાર, ડાગર ઘરાના એવોર્ડ, ઉસ્તાદ ફૈયાઝ અહેમદ ખાન મેમોરિયલ એવોર્ડ (કિરાના ઘરાના) 'કલા-શ્રી 2002' જેવા ખ્યાતનામ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.
Singer Prabha Atre was honored with the Pandit Hariprasad Chaurasia Lifetime Achievement Award.

Post a Comment

Previous Post Next Post